અમારા વીશે

વિમોક્ષ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે.

વિમોક્ષ એનર્જાઇઝર મશીનનું સંશોધન કાલાવડના બચુભાઇ ઠેસિયાએ કર્યું છે કે જેઓ વિવિધ ટેકનિકલ સંશોધનો કરવા બદલ બચુભાઇ વૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે. અનેકવિધ ખેડૂતલક્ષી સંશોધનો કરવા બદલ વર્ષ: ૨૦૦૮ માં પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને વર્ષ: ૨૦૦૯ માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલના હસ્તે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તત્કાલીન કૃષિ મંત્રી શરદ પવારના હસ્તે પુરસ્કાર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા પુરસ્કાર, એસ્સાર ઓઇલ કંપની દ્વારા સન્માન તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અવાર-નવાર તેમને બહુમાનો મળતા રહ્યાં છે. સરકાર તરફથી તેમને કૃષિ ઋષિનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. બચુભાઇ પોતે ખેડૂત છે અને એક ખેડૂતપૂત્ર તરીકે ખેડૂતોને થતી પરેશાનીનો તેમને પૂરો ખ્યાલ હોય તે સ્વાભાવિક છે.

હાલની પરિસ્થિતિમાં ખેડૂતોની સૌથી મોટી પરેશાની એ છે કે તેમના વાવેતરને રોઝ, નીલગાય, ભૂંડ તેમજ રખડતા જાનવરો બરબાદ કરી રહ્યા છે અને પારાવાર નુકશાની સામે ખેડૂતો લાચાર બની ગયા છે. જાનવરોની પરેશાની સામે કેટલાક ખેડૂતો ઝેરી દવા મુકે છે તો કેટલાક ગેરકાયદેસર રીતે ડાયરેક્ટ ઇલેક્ટ્રિક કરન્ટ મુકે છે, જેમાં ઘણા જાનવરો કમોતે મારે છે અને સાથેસાથે માણસો પણ જીવ ગુમાવે છે. આવી પરિસ્થિતિમાં ઘણી બ્રાન્ડના ઈલેક્ટ્રીક ઝટકા મશીનો બજારમાં આવ્યા છે પરંતુ તેમાં રહેલી અનેકવિધ ત્રુટીઓના કારણે ખેડૂતોની પરેશાનીમાં ખાસ કંઇ ઘટાડો થયો નથી. બીજી તરફ થોડીઘણી મિકેનિકલ જાણકારી ધરાવતા ઘણાખરા લોકો ઝટકા મશીનના નામે અવ્યવહારુ યંત્રો બનાવીને ખેડૂતોના નાણા ખંખેરી રહ્યા છે.

આવા સમયે બચુભાઇએ વિમોક્ષ એનર્જાઇઝરનું સંશોધન કરીને ખેડૂતોની પરેશાની સંપૂર્ણપણે દૂર કરી છે.
વિમોક્ષનું ઝટકા મશીન ખરીદીને ખેડૂતો તેમની સૂઝ અને ઉત્તમ પસંદગીનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
વિમોક્ષ એનર્જાઇઝરમાં સસ્તી અને હલકી ગુણવત્તાવાળા એકપણ પાર્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. તમામ સ્પેરપાર્ટ્સ લેબોરેટરી ગ્રેડ અને ઉચ્ચ ગુણવત્તાવાળા વાપરવામાં આવે છે. તેમજ એકએક મશીનનું દરેક પ્રકારે પરિક્ષણ કરવામાં આવે છે.

પાકના રક્ષણ માટે બજારમાં મળતા ઝટકા મશીનોમાં વિમોક્ષ એ સૌથી પહેલી સફળ સુરક્ષા પ્રણાલી છે. વિમોક્ષ “સેલ્ફ પ્રોટેક્શન સિસ્ટમ” ધરાવતું ભારતનું એકમાત્ર એનર્જાઇઝર છે કે જે પોતાની જાળવણી જાતે કરે છે. તેની જાળવણી કરવા માટે કોઈ માણસની જરૂર પડતી નથી.વિમોક્ષનું એક જ મશીન ૫૦ એકરથી વધુ જમીનને ૧૦૦ ટકા સુરક્ષા પૂરી પાડે છે.
સૌથી અલગ ટેકનોલોજીના કારણે વિમોક્ષની ઇલેક્ટ્રિક ફેન્સિંગમાં તારને ઘાસ અડકે તો બેટરી ડીસ્ચાર્જ થતી નથી પરંતુ ઘાસ સૂકાઇ જાય છે. તેવી જ રીતે તાર તૂટવાથી પણ બેટરી ડીસ્ચાર્જ થતી નથી. જેના કારણે ક્યારેય પણ રાતોરાત ઇલેક્ટ્રિક ચાર્જીંગની જરૂર પડતી નથી. એકમાત્ર વિમોક્ષના એનર્જાઇઝર મશીનને જ ચાલુ વરસાદે ચાલું રાખી શકાય છે.
ટુંકમાં, ભારતભરમાં સૌથી આધુનિક ટેકનોલોજી ધરાવતું સંપૂર્ણ મેઇન્ટેનન્સ ફ્રી એકમાત્ર વિમોક્ષ એનર્જાઇઝર મશીન આપને સંપૂર્ણ સંતોષ આપશે તેની અમો આપને ખાતરી આપીએ છીએ. વિમોક્ષનું ઝટકા મશીન લગાવીને આપ પણ તેનો પ્રત્યક્ષ અનુભવ કરશો.